ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીની ડભોઇ તાલુકાના અકોટી ગામને માધ્યમિક શાળાની ભેટ મળી છે.
ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાના પ્રયત્નો અને પરિશ્રમ તેમજ મેવાસ પંથકના લોકોની લાગણી અને માંગણી ને ધ્યાન રાખી ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ અકોટી ગામને માધ્યમિક શાળાની ફાળવણી કરતા ટૂંક સમયમાં માધ્યમિક શાળાનું નિર્માણ થશે. ડભોઇ તાલુકાના મેવાસ પંથકમાં પ્રાથમિક શાળાઓ આવેલી છે પરંતુ માધ્યમિક શાળા ન હોવાથી મેવાસ પંથકમાં આર્થીક અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરવા ઠેક ડભોઇ આવવું પડતું હોય વહેલા ઉઠી આવવા જવા માટે પૈસા અને સમયનો વેડફાટ થતો હોય અને પાછું એસટી નિગમની અનિયમિત બસોને લઈ વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડતા આર્થિક બોજો સહન કરવો પડતો હતો
જેને લઇ મેવાસ પંથકના આર્થિક અને પછાત વર્ગ દ્વારા ધારાસભ્ય શૈલેશ મહેતા સમક્ષ આ વિશે માંગણી અને લાગણી કરાવી હતી. જેને લઇ ડભોઇના ધારાસભ્ય શૈલેષ મેહતા દ્વારા મેવાસ પંથકના આર્થિક અને પછાત વર્ગના લોકોની લાગણી અને માંગણીની રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સમક્ષ પદ્ધતિસર રજૂ કરાતા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા ડભોઈ તાલુકાના અકોટી ગામને સરકારી માધ્યમિક શાળાની મંજૂરી આપી હતી જેને લઇ ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે અકોટી ગામ અને મેવાસ પંથકના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
Reporter: admin