2 ઉપવાસ માટે મોરિયો બનાવવા એક કપ મોરિયો સાફ કરીને પાણીથી ધોઈ લેવો.એક ચમચી જીરૂ,2 થી 3 ગ્રીન મરચા કાપી લેવા, નાના મોટા કોઈ પણ રીતે કાપી શકો છે, ,બટાકુ ચોપ કરેલું,એક ચમચી મીઠો લીમડો, પા ચમચી મરી પાવડર આ નાખવાથી મોરિયો ટેસ્ટી બનશે , 2 ચમછી આખા સીંગદાણા, મોરિયામા આખા સીંગદાણા ખુબ સરસ લાગે છે, સ્વાદ અનુસાર સિંધો મીઠુ,એક કપ ખાટું દહીં, 3થી 4 ચમચી દેશી ઘી અને 4 કપ જેટલું પાણી નો ઉપયોગ થશે.
એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકવું, હવે તેમાં જીરું ઉમેરી લ્યો. ત્યાર બાદ તેમાં લીલા સમારેલા મરચા, મીઠો લીમડો ઉમેરી વઘાર કરવો, હવે તેમાં સીંગદાણા અને બટાકુ ચોપ કરેલ ઉમેરી બરોબર સાંતળી લેવું. 3 થી 4 મિનિટ પછી આ વઘારમાં 4 કપ જેટલું પાણી ઉમેરી લેવું. આ પાણી થોડું ઉકળે એટલે એમાં મોરિયો ઉમેરી હલાવતું રહેવું. ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર સિંધો મીઠુ અને મરી પાવડર ઉમેરી લેવો. આ મોરિયોસ્લો ગેસ પર સતત હલાવતા રહેવું, હવે તેમા દહીં ઉમેરી ફરી થી તડીયે મોરિયો ચોટે નહી માટે હલાવતા રેહવો.
જો તમને મોરિયો ઢીલો પસંદ હોય તો પાણી અડધો કપ વધારે ઉમેરી શકો છો. પરંતુ મોરિયો ઠરે એટલે નોર્મલ થઈજ જાય છે. આ મિશ્રણ ને સતત હલાવતા રેહશો. 15 મિનિટ પછી મોરિયો બધું પાણી એબસોર્વ કરી લેશે અમે દાનેદાર બની જશે. બધુ પાણી એબસોર્વ થઈ જાય એટલે મોરિયો તૈયાર થઈ જશે જે દહીં અથવા ફરાળી કઢી સાથે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગશે.જો કોઈએ ક્યારેય મોરિયો બનાવ્યો નઈ હોય તોપણ આ રેસિપીથી બનાવશે તો ખુબ ટેસ્ટી મોરિયો બનશે.
Reporter: admin