વડોદરા શહેરના બે અલગ અલગ સ્થળો જેમાં કેવડાબાગ તથા જૂના બાપોદ જકાતનાકા વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો પી.સી.બી.એ શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર પીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેમાં પોલીસથી છુપાવીને બુટલેગરો દારૂનો ધંધા કરતા હોય છે. જ્યારે પીસીબી દ્વારા બાતમીના આધારે નવાપુરા અને બાપોદ વિસ્તારમાં વિદેશી દારૂના અડ્ડા પર દરોડા પાડીને આરોપી સાથે મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પ્રથમ બનાવમાં નવાપુરા વિસ્તારમાં આવેલા કેવડાબાગ ની બાજુમાં કેદારનાથ રેસિડેન્સી ના ચોથા માળે આવેલા મકાન નં.401 માં રહેતા નયન રાકેશભાઈ કહાર નાએ પોતાના ઘરે દારુનો જથ્થો લાવેલ હોવાની બાતમીના આધારે પીસીબીએ રેડ કરી રૂ. 81,600ના ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ, એક મોબાઈલ ફોન કિ.રૂ. 25,000 મળી કુલ રૂ. 1,06,600ના મુદામાલ સાથે નયનભાઈ રાકેશભાઈ કહારને ઝડપી પાડયો હતો
જ્યારે સોહેલ મલેક નામના તાંદલજાના ઈસમને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.બીજા બનાવમાં શહેરના જૂના બાપોદ જકાતનાકા વિસ્તારમાં આવેલ જય અંબેનગર સામેના માજીબા નગરના મ.નં. 32માં રહેતો અશોક ઉદયલાલ ખટિક ના ઘરેથી ભારતીય બનાવટના અંગ્રેજી દારુનો જથ્થો કિ.રૂ.45'600,મોબાઈલ ફોન કિ.રુ. 10,000 મળી કુલ રૂ. 55,600ના મુદામાલ સાથે અશોક ઉદયલાલ ખટીકની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Reporter: admin