News Portal...

Breaking News :

એક્સ્ટ્રા બસોમાં નિયમિત ભાડા કરતાં 1.25 ગણું ભાડું વધારે લેવાશે

2024-10-19 11:16:57
એક્સ્ટ્રા બસોમાં નિયમિત ભાડા કરતાં 1.25 ગણું ભાડું વધારે લેવાશે


વડોદરા : ગુજરાત એસટી નિગમ દ્વારા દોડાવવામાં આવનાર વધારાની બસોના ભાડામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.


દિવાળીના તહેવારમાં શ્રમિકોને પોતાના વતન અનેસહેલાણીઓને પ્રવાસનના સ્થળોએ પહોંચાડવા માટે એસટી નિગમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારની સિઝનમાં ખાનગી વાહન ચાલકો દ્વારા ભાડામાં બેફામ વધારો ઝિંકવામાં આવતો હોય છે અને મુસાફરોને લુંટવામાં આવતા હોવાની રાવ અનેક વખત ઉઠી છે. મળતી માહિતી મુજબ, દિવાળીના તહેવારોને લઇને એસટી નિગમ દ્વારા તારીખ 26થી 30 ઓક્ટોબર દરમિયાન કુલ 8,340 એકસ્ટ્રા બસો દોડાવાશે. હાલમાં દૈનિક એડવાન્સ બુકિંગમાં 18 ટકાનો વધારો થયો છે. સુરતથી 2,200, દક્ષિણ-મધ્ય ગુજરાતથી 2,900, સૌરાષ્ટ્ર-કચ્છથી 2,150 અને ઉત્તર ગુજરાતથી 1,090 બસો દોડાવાશે. 


તહેવાર ટાણે ખાનગી બસોની સાથે હવે એક્સ્ટ્રા બસોમાં નિયમિત ભાડા કરતાં 1.25 ગણું ભાડું વધારે વસૂલાશે. ભાડા વધારાનો નિર્ણય રદ કરવા કોંગ્રેસની માગ ઉઠી છે. ડીઝલના ભાવ વધારા બાદ ST બસોના ભાડામાં વધારો થયો છે. ST બસોના ભાડામાં 25 ટકાનો વધારો કરાયો હતો.મળતી માહિતી મુજબ, દિવાળીના તહેવારોને લઇને એસટી નિગમ દ્વારા તારીખ 26થી 30 ઓક્ટોબર દરમિયાન કુલ 8,340 એકસ્ટ્રા બસો દોડાવાશે. હાલમાં દૈનિક એડવાન્સ બુકિંગમાં 18 ટકાનો વધારો થયો છે. સુરતથી 2,200, દક્ષિણ-મધ્ય ગુજરાતથી 2,900, સૌરાષ્ટ્ર-કચ્છથી 2,150 અને ઉત્તર ગુજરાતથી 1,090 બસો દોડાવાશે. તહેવાર ટાણે ખાનગી બસોની સાથે હવે એક્સ્ટ્રા બસોમાં નિયમિત ભાડા કરતાં 1.25 ગણું ભાડું વધારે વસૂલાશે. ભાડા વધારાનો નિર્ણય રદ કરવા કોંગ્રેસની માગ ઉઠી છે. ડીઝલના ભાવ વધારા બાદ ST બસોના ભાડામાં વધારો થયો છે. ST બસોના ભાડામાં 25 ટકાનો વધારો કરાયો હતો.

Reporter: admin

Related Post