વડોદરા : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે વડોદરાના સાવલીમાં મહી રીવરનુ ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે ત્યારે તંત્ર કામે લાગી ગયુ છે.
જેમાં રોડની મરમત પણ કરવામાં આવી રહી છે. ત્યારે દેશમાં બાળમજૂરી પર પ્રતિબંધ હોય ત્યારે સરકારી કામમાં જ બાળકો બાળમજૂરી કરતો હોય એવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ૬ ધોરણમાં ભણતો બાળક સ્કુલ જવાને બદલે રોડનું કામ કરી રહ્યો છે.
ત્યારે આ બાબતે ઘણાં સવાલ ઊભા થાય છે? કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જો સરકારી તંત્ર જ આંખ આડાં કાન કરતું હોય તો પછી સામન્ય લોકોનું શું? સ્કુલ જતાં બાળક પાસે કામ કરાવતા આ બેજવાબદાર કોન્ટ્રાકટર સામે તંત્ર શું પગલાં ભરે છે તે હવે જોવાનું રહેશે.
Reporter: