વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રજૂ થયેલા રસ્તાના કામો મુદ્દે મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો.
ત્યારબાદ પણ કેટલાક સભ્યોએ વિરોધ કરતા ભાજપની સંકલન સમિતિમાં કામો મુલતવી રાખવાનો નિર્ણય શહેર ભાજપ પ્રમુખ વિદેશ હોવા છતાં સૂચના આપી હતી બે ત્રણ સભ્યોને બાદ કરતા મોટાભાગના સભ્યો સાંસદ અને ધારાસભ્યોની રજૂઆત બાદ કામ મંજૂર કરાવવાની તરફેણ કરતા હતા. જેથી સ્થાયી સમિતિ અધ્યક્ષે વિટો વાપરી સભ્યોની સત્તાવાર સ્થાયી સમિતિમાં સહીઓ લીધી જેમાં બે સભ્યએ સહી કરી નહી અને શહેર પ્રમુખની સૂચના હોવા છતાં કોર્પોરેશનમાં ભાજપના શાસન પછી પ્રથમવાર સ્થાયી સમિતિ અધ્યક્ષે વિટો વાપરતા મામલો ફરી એકવાર પ્રદેશ કક્ષાએ પહોચ્યો હોવાનું જાણવા મળે છે.
સ્થાયી સમિતિમાં અગાઉ રજૂ થયેલા હાઈકોર્ટ અને સરકારની સૂચના પ્રમાણે બ્રિજના કામો અને પ્રધાનમંત્રી વડોદરાની મુલાકાતે આવવાના છે તેને ધ્યાનમાં રાખી રસ્તાના કામો પણ એજન્ડામાં હતા પરંતુ એક અઠવાડિયા પહેલા મળેલી ભાજપની સંકલન સમિતિમાં બંને કામો મુલતવી રાખવાના મુદ્દે બે સભ્યો વચ્ચે તું તું મેં મેં થઈ હતી.અને ધારાસભ્યોએ સંયુક્ત રીતે મુખ્યમંત્રી અને પ્રભારી ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરતા સ્થાયી સમિતિમાં રસ્તાના કામો મંજૂર થાય કે નહી તેમ છતાં પ્રધાનમંત્રી આવવાના હોવાથી રસ્તાના કામો કરાવી દેવાનું નક્કી થયું હતું.
Reporter: admin