6 દેશોને 99,150 ટન ડુંગળી નિકાસની સરકારે આપી મંજૂરી ભાવ કાબૂ રાખવા અને ડુંગળી ના ભાવ ના વધે માટે સરકારે લીધો નિર્ણંય.
ભારતમાં 45,000 ટનથી વધુ ડુંગળીનો નિકાસ કરવામાં આવ્યો છે. ગયા ડિસેમ્બરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો, ઓછા ઉત્પાદનને કારણે ભાવ વધ્યા પછી માર્ચમાં તેને લંબાવ્યો હતો. જાણવામાં આવ્યુ છેકે , ગ્રાહક બાબતે મંત્રાલયના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે પ્રતિબંધ હટાવ્યા બાદથી 45,000 ટનથી વધુ ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. 4 મેના રોજ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો.
અંદાજા મુજબ , કર્ણાટક, મહારાષ્ટ્ર તથા આંધ્રપ્રદેશ જેવા મુખ્ય ઉત્પાદક પ્રદેશોમા મન્દ ઉત્પાદનને કારણે પાક વર્ષ 2023-24માં દેશનું ડુંગળીનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 16 ટકા ઘટીને 25.4 મિલિયન ટન થવાની શક્યતા છે. ભારતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે.થોડા સમય પેલા ડુંગળીના ભાવ વધવા લાગ્યા હતા લાગ્યા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે હવામાન સંબંધિત કારણ ના લીધે ખરીફ ડુંગળીની વાવણીમાં વિલંબ થયો હતો જેના કારણે પાક મોડો આવ્યો હતો.
Reporter: News Plus