વડોદરા :શહેરમાં ગતરોજ રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો હતો જેમાં માત્ર અઢી ઇંચ જેટલા વરસાદમાં જ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરથી હાઇવે તરફ જવાના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઇ ગયા હતા.
જેણે સ્માર્ટ સિટીની વાતો કરતા પાલિકા તંત્ર, શાસકોની પોલ ખોલી નાખી હતી. એક તરફ શહેરનું સ્માર્ટ પાલિકા તંત્ર તથા શાસકો, રાજકીય નેતાઓ અને સ્થાનિક કાઉન્સિલરો શહેરમાં પ્રિમોન્સુનની કામગીરી તથા સ્માર્ટ સિટીની વાતો તો કરે છે પરંતુ પ્રજાના ટેક્ષના નાણાંનો ફક્ત વેડફાટ અથવાતો ભ્રષ્ટાચાર માટે જ ઉપયોગ કરાતો હોય તેવું જણાય છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારનો ખોડીયાર નગર વડોદરા શહેરના મેયર પિન્કી સોનીનો વોર્ડ હોવા છતાં પણ વહીવટી તંત્ર લોકોની સમસ્યાઓ તરફ ધ્યાન આપતું નથી એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
વડોદરા શહેરને સાંઘાઈ બનાવવાની વાતો કરનાર ભારતીય જનતા પક્ષના શાસકો છેલ્લા 30 વર્ષથી વડોદરા શહેર ઉપર શાસન કરે છે તેમ છતાં પણ વેરો ભરતી જનતાને તો પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાને બદલે પાલિકા તંત્ર દ્વારા ફક્ત હાલાકી ઉઠાવવા તેઓના હાલ પર છોડી દીધાં હોય તેવું જણાય છે. ત્યારે આજે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા સ્માર્ટ પાલિકા તંત્રના શાશકોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
Reporter: