News Portal...

Breaking News :

સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં શ્રીજીની સ્થાપના : કેટલાક લોકો દ્વારા કાકરીચાળો

2024-09-09 09:49:11
સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં શ્રીજીની સ્થાપના : કેટલાક લોકો દ્વારા કાકરીચાળો


સુરત:  સૈયદપુરા વરિયાળી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા કાકરીચાળો કરવામાં આવ્યો હતો. 


આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. તથા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આજ રીતે ગયા વર્ષે પણ પથ્થરમારો કરાયો હતો. આ ઘટનામાં લોકો રોષે ભરાયા અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા.શહેરના પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં ડીસીપી વિજય સિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હોવાન માહિતી મળી રહી છે. મૂર્તિ ખંડિત કરવા મામલે બે લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ શરૂ કરવામાં છે. 


જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ આસપાસના વિસ્તારોના મકાનોમાં જઈને પૂછપરછ કરી રહી છે.વિશ્વ હિન્દુ પરિષદના સુરત શહેર મંત્રી નિલેશ અકબરીએ જણાવ્યું કે જે રીતે જમ્મુ કાશ્મીરમાં નાના બાળકોનો પથ્થર ફેંકવા માટે ઉપયોગ કરાતો હતો એવો જ ઉપયોગ આજે સુરતમાં થયો હોય તેવું લાગે છે. જમ્મુ કાશ્મીરમાં જે રીતે બાળકોનો ઉપયોગ થતો હતો એવો જ ઉપયોગ સુરત શહેરમાં ગણપતિ ઉત્સવ દરમિયાન કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ તમામની સામે કડક હાથે કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. અત્યારે પણ કેટલાક વિસ્તારોમાંથી પથ્થરમારો સતત થતો હોવાના સમાચાર મળી રહ્યા છે આ વિધર્મીઓ દ્વારા ગણેશ ઉત્સવમાં ખલેલ પહોંચાડવાનું આ કૃતિઓ કરવામાં આવ્યું છે ત્યારે કાયદાના પાઠ ભણાવવા જરૂરી છે.સૈયદપુરા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાંકોંબિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં નજર રાખવા માં આવી છે.

Reporter: admin

Related Post