બહરાઈચ: યુપીમાં બહરાઈચમાં માનવભક્ષી વરુનો આંતક યથાવત છે. વરુએ હવે 11 વર્ષના બાળક પર હુમલો કરતાં તે ઘાયલ થયો છે.
જ્યારે મળતી માહિતી મુજબ ચંદૌલીમાં પણ વરુઓના ટોળાએ ગ્રામજનો પર હુમલો કર્યો છે. આ હુમલામાં 7 ગ્રામજનો ઘાયલ થયા છે.યુપીના બહરાઇચમાં એક વરુએ 11 વર્ષના બાળક ઇમરાન પર તે અગાસી પર સૂતો હતો ત્યારે હુમલો કર્યો. તેને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ ઈમરાનને મેડિકલ કોલેજ બહરાઈચમાં રિફર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેતરમાંથી વરુએ આવીને અગાસી પર સૂતેલા બાળકના ગળા પર હુમલો કર્યો હતો. નોંધનીય છે કે માનવભક્ષી વરુઓનો આતંક ચાલુ હોવાથી વહીવટીતંત્ર રૂમ બંધ કરીને સુવાની સલાહ આપે છે.
વન વિભાગ સતર્ક હોવા છતાં મહસી વિસ્તારમાં વરુના હુમલાની ઘટનાઓ સતત બની રહી છે. વન વિભાગ, પોલીસ,પીએસસીના કર્મચારીઓ અને જિલ્લાના કર્મચારીઓ વરુને પકડવા પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ મામલો મહસી વિસ્તારના પિપરી મોહન ગામનો છે.જ્યારે અન્ય એક ઘટનામાં ચંદૌલીમાં વરુઓના ટોળાએ ગ્રામજનો પર હુમલો કરવાની માહિતી મળી છે. આ હુમલામાં 7 ગ્રામજનો ઘાયલ થયા છે. જો કે વરુઓએ બકરીને પોતાનો શિકાર બનાવી લીધો હતો. વરુના અચાનક હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનો વરુઓ સામે લડ્યા અને એક વરુને માર માર્યો હતો.
Reporter: admin