વડોદરામાં સૌથી ભવ્ય ઉજવાતો એવો તહેવાર નવરાત્રી વડોદરાના અલગ અલગ વિસ્તારના ગ્રાઉન્ડ ઉપર નવરાત્રી ઉજવાય છે.
મારી દીકરી મારી આંગણે જય ભવાની ગ્રુપ આયોજિત ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રીનું પર્વનું આયોજન કરે છે. અલગ અલગ વિસ્તારમાંથી ગરબાનો આનંદ મળવા લોકો ગુણીયલ ગરબામાં આવતા હોય છે. બાલાજી સ્કાય રાઈસ ની બાજુમાં નારાયણ વાડી અટલાદરા ગુણિયલ ગરબા ગ્રાઉન્ડનું ભૂમિ પૂજનનું આયોજન થયું હતું.
ભૂમિ પૂજનના મુખ્ય અતિથિ ભુવાજી રાજુ રબારી ઉપસ્થિત રહ્યા હતા.સાથે આયોજક રાજુભાઈ ઠક્કર અને પરિવારજનો અને મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા. માતાજીની આરતી કરવામાં આવી હતી ખૂબ વિશાળ નવરાત્રીનું આયોજન કરવા માટે જઈ રહ્યા છે રાજુભાઈ ઠક્કર. ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ભગવાનના આશીર્વાદ સાથે ગ્રાઉન્ડનું ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું હતું.
Reporter: admin