News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : પેટની આજુબાજુ થતી ચરબી ઉતારવાના ઉપાય.

2024-09-15 22:50:02
આયુર્વેદિક ઉપચાર : પેટની આજુબાજુ થતી ચરબી ઉતારવાના ઉપાય.


ઘણા લોકોને પેટની ચરબી શરીરના અન્ય ભાગોમાં જમા થતી હોય છે અને તેને અલગ રીતે ઉતારી શકાય ઉપરાંત પેટની કસરતો વધારે કરવાથી પેટની આસપાસ જમા ચરબીને ઉતારી શકાય છે. 


પણ પેટની ચરબી પણ શરીરના અન્ય ભાગોમાં જમા ચરબીનો ભાગ જ છે.કેટલાકને સમસ્યા એવી હોય છે કે શરીર પાતળું હોય પણ પેટ મોટું હોય છે. એમના માટે પણ ચરબી ઉતારી શકાય છે.વજન ઘટાડવા માટે પોષક તત્વો ધરાવતું ભોજન લેવું જોઈએ. આ સમય દરમિયાન કેલરીની માત્રા ઘટાડવી જોઈએ. જીવનશૈલી નિયમિત બનાવવી જોઈએ.


ખોરાકમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઘટાડવું.પ્રોટીનનું પ્રમાણ ઘટાડવું, ચરબી ધરાવતો ખોરાક ટાળવો અને પૂષ્કળ માત્રામાં પાણી પીવું નિયમિત વ્યાયામ કરવો પર્યાપ્ત ઉંઘ લેવી અને તણાવ ઓછો કરવો.કસરત કરવી. પેટની કસરત કરવાથી પેટની ચરબી નહીં ઘટે પણ પેટની કસરત કરવાથી માંસપેશીઓમાં લચીલાપણું આવશે.આ રીતે નિયમ બનાવવાથી શરીરની ચરબી ઓછી થાય છે.

Reporter: admin

Related Post