વડોદરા : શહેરમાં દરેક નાગરિકને હવે રસ્તા ઉપર ચાલવું કે પછી વાહન ચલાવવું જોખમી બન્યું છે.
વડોદરા શહેરના મહત્વના રાજમાર્ગો ઉપર મસ મોટા ભુવા પડી રહ્યા છે ત્યારે કયા રસ્તે નિકળું કે જ્યાં ભૂવા ના પડ્યો હોય, પરંતુ શહેરની સ્થિતિ એવી છે કે, ગમે ત્યારે ગમે ત્યાં રસ્તો બેસી જાય છે અને રસ્તા પર ભૂવા પડતા વાહન ચાલકો અને રસ્તા પર ચાલતા પણ હવે લોકો જોખમ અનુભવી રહ્યાં છે.વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ બાદ ઠેર ઠેર ભૂવા પડવાનો સીલસીલો યથાવત છે.
શહેરના મોટા ભાગના વિસ્તારોમાં મહાકાય ભૂવા પડ્યાં છે. એક અઠવાડીયા પહેલા જ બીપીસી રોડ પર એક સાથે બે ભૂવા પડ્યાં હતા. ત્યારે હવે ઉર્મી ચાર રસ્તા પાસે વધુ એક ભૂવો પડતા કાર અંદર ખાબકતા બચી ગઇ હતી.રસ્તા પર ભૂવા પડવાને કારણે હવે વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની પોલ ખુલ્લી પડી રહીં છે. પરંતુ જાડી ચામડીના અધિકારીઓ કોન્ટ્રાકટરો સામે કાર્યવાહી કરવાને બદલે ભૂવામાં પુરાણ કરી સંતોષ માની બેસી છે.
Reporter: admin