જૈન ધર્મમાં જપ તપ અને વ્રત નું અનેરૂં મહત્વ બતાવવામાં આવ્યું છે. હમણાં જ પર્યુષણા પર્વ પુર્ણ થયું છે ત્યારે વડોદરાના તમામ ૩૮ જૈન સંઘો ના તપસ્વીઓ નો બહુમાન કાર્યક્રમ અલકાપુરી જૈન સંઘ માં બિરાજમાન આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
વડોદરા જૈન સંઘ ના પ્રમુખ દીપકભાઈ શાહે જણાવ્યું હતું કે તપસ્વીઓના બહુમાનનો સમગ્ર લાભ મુરુદુલા શાંતિલાલ વૈદ્ય પરીવાર દ્વારા લેવામાં આવ્યો છે સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા દર વર્ષે જે સંઘ માં મોટા આચાર્ય બિરાજમાન હોય તેમની નિશ્રામાં તપસ્વીઓ માટેનો કાર્યક્રમ યોજાય છે.દરમિયાનમાં સમસ્ત વડોદરા જૈન સંઘના મંત્રી શૈલેષભાઈ શાહ તથા ડો.પી.સી જૈને જણાવ્યું હતું કે આજે સિધ્ધિ તપ, ૧૬ ઉપવાસ,૯ ઉપવાસ અઠ્ઠાઈ,ક્ષીર સમુદ્ર સહિત ના વિવિધ તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આજના બહુમાન પ્રસંગે અલકાપુરી જૈન સંઘ માં ચાતુર્માસ બિરાજમાન આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે તપ કેવી રીતે કરવો જોઈએ જેથી તે સારું ફળ આપે.. તપ થી ત્યાગ ની ભાવના કેળવાવી જોઈએ.
જે તપસ્વીઓ એ આ વખતે અઠ્ઠાઈ તપ કર્યો તેઓ આવતા વર્ષે ૯ કે ૧૬ ઉપવાસ કરવાની ભાવના રાખે.તપ થાય કે ન થાય પણ શુભ ભાવના કેળવે તો તે પણ પુણ્ય ઉપાર્જન નું કારણ બને છે.. દરેકે હંમેશા પચચખાણ માં રહેવું જોઈએ તેમ ભાર પુર્વક જણાવ્યું હતું.આજના કાર્યક્રમમાં યુનિવર્સિટી ના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણિતા જૈન અગ્રણી દીપક શાહ,શ્રેયસભાઈ શાહ, પ્રકાશ શાહ, ઈન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નિરજ જૈન ,લલિત શાહ, CA હિંમતભાઈ શાહ ,ઉરેશ કોઠારી સહિત અનેક સંઘ ના આગેવાનો તપસ્વીઓની ભુરી ભુરી અનુમોદના કરવા પધાર્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું
Reporter: admin