અલવર: અહીં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.
આ વીડિયો વાઇરલ થયા બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તાત્કાલિક કાર્યવાહી કરીને કોન્ટ્રાક્ટરને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.આ મામલે NHAIએ સ્પષ્ટતા કરી છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના નિર્દેશ પર આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી અને જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
હાલમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના નિર્દેશ પર આ મામલાની તપાસ કરવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સમયસર રસ્તાઓનું સમારકામ નહીં કરવા બદલ કોન્ટ્રાક્ટરને 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમ લીડર-કમ-રેસિડેન્ટ એન્જિનિયર અને સાઇટ એન્જિનિયરને બરતરફ કરવામાં આવ્યા છે. ક્ષતિઓ માટે PD અને મેનેજર (ટેક્નિકલ)ને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.
Reporter: admin