News Portal...

Breaking News :

ક્રૂ મેમ્બર્સની ગેરહાજરીથી ભુજ માટે ઊપડવાની ફ્લાઈટ મુંબઈથી ટેકઓફ થઈ નહીં

2024-09-15 17:11:13
ક્રૂ મેમ્બર્સની ગેરહાજરીથી ભુજ માટે ઊપડવાની ફ્લાઈટ મુંબઈથી ટેકઓફ થઈ નહીં


મુંબઈ :મુંબઈથી ભુજ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 601 સાથે રવિવારે એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. 


ફ્લાઇટના ટેકઓફમાં સતત વિલંબ થવાનું સૌથી મોટું કારણ ક્રૂ મેમ્બર્સની ગેરહાજરી હોવાનું કહેવાય છે. હકીકતમાં આ ફ્લાઈટ સવારે 6.50 વાગ્યે મુંબઈથી ભુજ માટે ઊપડવાની હતી પરંતુ કેટલાક કલાકો પછી પણ ફ્લાઈટ મુંબઈથી ટેકઓફ થઈ શકી નહોતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્લાઇટના ટેકઓફમાં સતત વિલંબ થવાનું સૌથી મોટું કારણ ક્રૂ મેમ્બર્સની ગેરહાજરી હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટ સમયસર પહોંચી ગઈ હતી પરંતુ જે ક્રૂ મેમ્બર્સને તેની સાથે ઊડવાનું હતું તે ફ્લાઈટ પર સમયસર પહોંચી શક્યા ન હતા. 


આવી સ્થિતિમાં મુસાફરોને બોર્ડિંગ માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી.મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાના ડિસ્પ્લેને પણ બંધ રાખવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, હજુ પણ ક્રૂની રાહ જોવાઈ રહી છે.ક્રૂ મેમ્બર ન આવવાને કારણે ફ્લાઇટના ટેકઓફમાં વિલંબનો માર મુસાફરોને ભોગવવો પડી રહ્યો છે. આ વિલંબથી મુસાફરો ભારે પરેશાન જણાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરો એર ઈન્ડિયાને ફ્લાઈટ મોડી થવાનું કારણ પૂછી રહ્યા છે પરંતુ એરલાઈન્સ તરફથી કોઈ જવાબ નથી મળી રહ્યો. મુંબઈ એરપોર્ટ પર આ ફ્લાઈટમાં સવાર મુસાફરોનો એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મુસાફરો ફ્લાઈટમાં ચઢવા માટે લાઇનમાં ઊભા છે પરંતુ કોઈ તેમને આગળ જવા દેતા નથી.

Reporter: admin

Related Post