News Portal...

Breaking News :

૮ મે થી ઇન્સ્ટાગ્રામનાં મેસેજમાં એન્ક્રિપ્શન સમાપ્ત: કંપની યૂઝર્સની વાતચીત જોઇ અને વાંચી શકે

2026-05-09 10:09:46
૮ મે થી ઇન્સ્ટાગ્રામનાં મેસેજમાં એન્ક્રિપ્શન સમાપ્ત: કંપની યૂઝર્સની વાતચીત જોઇ અને વાંચી શકે


દિલ્હી : ઇન્સ્ટાગ્રામ પર મિત્રો અથવા કોઇ વ્યકિત સાથે ચેટ કરો છો તો આ સમાચાર  ચોંકાવનારા છે. ૮ મે થી ઇન્સ્ટાગ્રામનાં મેસેજમાં  એન્ક્રિપ્શન સમાપ્ત થઇ ગયું છે. 



કંપનીએ અગાઉ જ જાહેરાત કરી હતી કે આઠ મેથી ઇન્સ્ટાગ્રામનાં ડાયરેક્ટ મેસેજ  એટલે કે ડીએમથી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સમાપ્ત કરી દેવામાં આવશે.અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામનાં ડીએમમાં એન્ડ ટુ એન્ડ ડિસ્ક્રિપ્શન આપવામાં આવતું હતું. જેને યુઝર જાતે ઓન કરી શકતા હતાં. આ ફિચર ચાલુ કરવા પર ચેટ સંપૂર્ણપણે એન્ક્રિપ્ટિડ રહેતી હતી. એટલે કે ફક્ત મેસેજ મોકલનાર અને મેસેજ મેળવનાર જ મેસેજ વાંચી શકતો હતો. કંપની પણ આ કન્ટેન્ટને જોઇ શકતી ન હતી.


હવે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સમાપ્ત થવાનો અર્થ એ છે કે કંપની યૂઝર્સની વાતચીત જોઇ અને વાંચી શકે છે. કંપનીએ દલીલ કરી છે કે લોકોને ઇન્સ્ટાગ્રામમાં આપવામાં આવેલ અન્ક્રિપ્શનમાં રસ રહ્યો નથી અને લોકો તેનો ઓછો ઉપયોગ કરી રહ્યાં છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે કંપની યુઝર્સ ડેટા પર એઆઇને ટ્રેક કરવા માટે આવું કરી રહી છે. આ જ કારણ છે કે આ નિર્ણયને લઇને પ્રાઇવેસી અંગે મોટી ચર્ચા શરૂ થઇ ગઇ છે.

Reporter: admin

Related Post