News Portal...

Breaking News :

વડોદરામાં સરકારી શાળાઓમાં થશે બાળ સાંસદની ચૂંટણી, બાળ સાંસદ જ કરશે સ્કૂલનું સંચાલન.

2024-07-10 15:21:30
વડોદરામાં સરકારી શાળાઓમાં થશે બાળ સાંસદની ચૂંટણી, બાળ સાંસદ જ કરશે સ્કૂલનું સંચાલન.


વડોદરા કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં પહેલી વાર બાળ સાંસદની ચૂંટણીઓ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત કવિ દુલા કાગ પ્રાથમિક શાળા માં બાળ સાંસદ માટે ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં બાળકોજ ઉમેદવાર, બાળકો જ મતદાન કરશે અને બાળકો જ સ્કૂલનું સંચાલન કરશે. 


હાલમાં જ દેશના સાંસદની ચુંટણી પૂર્ણ થઈ છે. જેમાં ફરી એકવાર NDAએ સત્તાનું સુકાન સાંભળ્યું છે. પરંતુ બાળકોમાં નાનપણથી જ લોકશાહીનું બીજ રોપી યુવાની સુધી વટવૃક્ષ તૈયાર કરવાના આશ્રય સાથે વડોદરા શિક્ષણ સમિતિ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરા કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં પહેલી વાર એવી ચૂંટણીઓનું આરંભ કરવામાં આવી છે કે જેમાં બાળ સાંસદો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.આ ચૂંટણીમાં સાંસદ તરીકે બાળકો ઉમેદવારી નોંધાવશે. બાળકો પોતાને મત મળે તે માટે પ્રચાર પણ કરશે. 


ત્યારબાદ મતદાનના દિવસે આ બાળ ઉમેદવારોમાંથી યોગ્ય ઉમેદવારોને બાળકો દ્વારા જ મતદાન થકી ચૂંટવામાં આવશે. આ ચૂંટણીની તમામ પ્રક્રિયા ઈવીએમ સ્ટાઈલથી જ કરવામાં આવશે. જેના બાદમાં ચૂંટણી પૂર્ણ થતા મતગણતરી થશે.ત્યારબાદ જે ઉમેદવાર વધુ મતોથી વિજેતા થશે તે બનશે બાળ સાંસદ.અને એ બાળ સાંસદ દ્વારા જ સ્કૂલનું સંચાલન કરવામાં આવશે. જેમકે, પ્રાર્થનાથી શિસ્ત સુધીની તમામ જવાબદારી નિભાવશે.આ માટે શાળા દ્વારા અલગ અલગ કમિટીઓ બનાવી બાળકોને જવાબદારી સોંપવામાં આવશે.

Reporter: News Plus

Related Post