વડોદરા શહેરમાં અસામાજીક તત્વો બેફામ બન્યા.ગોત્રી વિસ્તારમાં કપડાના વ્યાપારી પર જીવલેણ હુમલો કરવામાં આવી. ઉધારમાં લીધેલા કપડાના રૂપિયા માંગતા હુમલો કરવામાં આવ્યો. હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ કપડાના વ્યાપારી પર જીવલેણ હુમલાની ઘટના બનતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. વ્યાપારી આશિષ અગ્રવાલ દ્વારા ઉધાર લીધેલા કપડાના રૂપિયા માંગતા માથાભારે તત્વો રોષે ભરાયા હતા. અને વ્યાપારીને દુકાનની બહાર જ દંડાના ફટકા મારી લોહી લુહાણ કરી જીવલેણ હુમલો કર્યો હતો. વ્યાપારી પર જાહેરમાં થયેલા જીવલેણ હુમલાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
પરમ ચૌહાણ નામના શખ્સે કપડા ઉધાર ખરીદ્યા હતા. જેના બાદમાં કપડાના રૂપિયાની ચુકવણી ન કરતા વ્યાપારી આશિષ અગ્રવાલ દ્વારા ઉઘરાણી કરવામાં આવી હતી. જેના કારણે રોષે ભરાયેલા પરમ ચૌહાણ સહીત જયેશ ભરવાડ, ગોવિંદ ભરવાડ અને અન્ય લોકોએ આશિષભાઇ પર હુમલો કર્યો હતો. આ મામલે ઈજાગ્રસ્ત વ્યાપારી આશિષ અગ્રવાલે અકોટા પોલીસ સમક્ષ ન્યાય માટે ગૂહાર લગાવી.
Reporter: News Plus