વડોદરા : ગુજરાતના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળીના તહેવારોમાં શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને પગલે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં ડાકોર મંદિર કમિટી દ્વારા તહેવારના આઠ દિવસના સમયમાં વધારો કરતા ભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ છે. રણછોડરાયજીને બહારના રાજભોગ સ્વિકારવાનું બંધ રાખવામાં આવ્યું છે.ડાકોર મંદિર કમિટી દ્વારા રણછોડરાયજીના દર્શન માટે દિવાળીના તહેવાર વાઘબારસ, ઘનતેરસ, ભાઇબીજ, દિવાળી અને બેસતા વર્ષના દિવસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં 6.30 વાગે નિજમંદિર ખુલ્લી 6.45 ના અરસામાં મંગળા આરતી કરવામાં આવશે, 6.45 થી 9.00 દર્શન ખુલ્લા રહેશે. ત્યાર બાદ 9.00 થી 9.30 સુધી ઠાકોરજી બાલભોગ, શણગારભોગ, ગ્વાલભોગ આરોગવા માટે બીરાજશે આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે. 9.30 થી 11.15 સુધી દર્શન ખુલ્લા રહેશે.
Reporter: admin