News Portal...

Breaking News :

ડોનાલ્ડ ટ્રમ્પ, કમલા હેરિસ કરતાં 2 પોઇન્ટ આગળ હોવાનો સર્વે

2024-10-27 09:16:08
ડોનાલ્ડ ટ્રમ્પ, કમલા હેરિસ કરતાં 2 પોઇન્ટ આગળ હોવાનો સર્વે


વોશિંગટન : વિશ્વની સૌથી સમૃદ્ધ સત્તા, અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી પરિણામો અંગે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 


5 નવેમ્બરે પરિણામો જાહેર થવાના છે, વિશ્વ સમસ્તની તેની ઉપર બાજ નજર રહેલી છે. તેવે સમયે ન્યૂયોર્કમાં બોબ સ્ટ્રીટ જર્નલ પ્રિપોલ સર્વે પ્રસિદ્ધ  કરી રહ્યા છે.નવા સર્વે પ્રમાણે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ, ડેમોક્રેટિક ઉમેદવાર અને ઉપપ્રમુખ કમલા હેરિસ કરતાં 2 પોઇન્ટ આગળ રહ્યા છે. 47 ટકા મતદારો તેઓ તરફે છે. જ્યારે 45 ટકા મતદારો ભારતવંશીય કમલા હેરિસ તરફે છે.ઓગસ્ટમાં આ જર્નલે જ યોજેલા પ્રિ.પોલ સર્વેમાં હેરિસ 2 ટકાની બઢત સાથે ટ્રમ્પથી આગળ હતાં. મતદારો 78 વર્ષના ટ્રમ્પ કરતાં ૬૦માં વર્ષમાં પ્રવેશેલાં હેરિસને વધુ પસંદ કરતા હતા તેવું તારણ મળ્યું હતું. ત્યાં એકાએક તેઓએ 4 પોઇન્ટ ગુમાવી દીધાં છે.


એક સમયે તો હેરિસ તરફે 52 ટકા મતદારો હતા, 48 ટકા ટ્રમ્પ તરફે હતા. હેરીસ તો 4 પોઇન્ટ આગળ હતાં. ત્યાં એકાએક આ પરિવર્તન આવ્યું છે. ટ્રમ્પ તરફે 47 ટકા મતદારો છે જ્યારે કમલા તરફે 45 ટકા મતદારો છે. સીબીએસ ન્યૂઝ જણાવે છે કે ટ્રમ્પે તેના તરફે વધુ મતદારો ખેંચ્યા છે.આ ચૂંટણી આડે બાર દિવસ બાકી રહ્યા હતા ત્યાં સુધીમાં 3 કરોડ 10 લાખ મતદારો મતદાન કરી ચૂક્યા છે. તે પૈકી ૧ કરોડ ૩૬ લાખે રૂબરૂ (જાતે જઇને) મતદાન કર્યું છે. 1 કરોડ 77 લાખે મેઇલ-ઇન-બેલટથી મતદાન કર્યું છે.

Reporter: admin

Related Post