નવી દિલ્હી : SC-ST અનામતમાં ક્રીમીલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે બુધવારે (21 ઓગસ્ટ) 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે.
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર આવીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. રાજસ્થાનના જયપુરમાં સાવચેતીના પગલારૂપે શાળાઓ અને કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યાં છે.નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR) એ કોર્ટના સૂચનને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યું છે. તેમજ તેને રદ કરવા કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી. જેએમએમ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ આ દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું છે. SC અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દલિત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. તેની અસર યુપીમાં જોવા મળી રહી છે.
આગ્રામાં બસપાના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બળજબરીથી દુકાનો બંધ કરાવી હતી.આરા, દરભંગામાં ટ્રેન રોકી, પ્રદર્શનકારીઓ ટ્રેક પર બેસી ગયા SC અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દલિત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જહાનાબાદમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પટના મહેન્દ્રુ વિસ્તારના પ્રદર્શનકારીઓ તેમની માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. અહીં પોલીસની સામે જબરદસ્તીથી દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે.
Reporter: admin