News Portal...

Breaking News :

શિક્ષણ મંત્રી પૂર પીડિતના રોષનો ભોગ બન્યા

2024-09-03 15:18:42
શિક્ષણ મંત્રી પૂર પીડિતના રોષનો ભોગ બન્યા


વડોદરા : ઐતિહાસીક પૂરની પરિસ્થિતી માંથી બહાર આવી રહ્યું છે. તો બીજી તરફ ભાજપ દ્વારા પૂરપીડિત લોકોની મદદ માટે રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. 


આ વચ્ચે પૂરની સ્થિતીમાં સ્થાનિક નેતાઓ પાસેથી મદદ ન મળતા નેતાઓ લોકોના રોષનો ભોગ બનવાની ઘટનાઓનો સિલસિલો જારી જ રહ્યો છે. અત્યાર સુધી વડોદરાના મેયર, ધારાસભ્યો અને કોર્પોરેટરો લોકોના રોષનો ભોગ બનતા હતા. 


વાઘોડિયા રોડ વિસ્તારમાં પૂર પીડિતોનો રાશન કિટનું વિતરણ કરવા માટે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પહોંચ્યા હતા.જ્યાં કેટલાક લોકોએ કિટ સહર્ષ સ્વિકારી હતી. ત્યારે કેટલાક રહીશો દ્વારા એક પણ શબ્દ બોલ્યા વગર મંત્રીને હાથ વડે ઇશારો કરીને રસ્તો બતાવીને જાકારો આપ્યો હતો

Reporter: admin

Related Post