News Portal...

Breaking News :

વડોદરા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો અસરગ્રસ્તોની વ્હારે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૨૮૦૦થી વધુ કિટનું વિતરણ

2024-09-03 15:13:45
વડોદરા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો અસરગ્રસ્તોની વ્હારે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૨૮૦૦થી વધુ કિટનું વિતરણ


વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી.જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.


જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા શિક્ષકોના સહયોગથી રેશન કીટ તૈયાર કરવામાં આવી હતી. ૨૮૦૦થી વધારે રેશન-કીટ તૈયાર કરીને શિનોર, ડભોઈ, સાવલી, ડેસર,વાઘોડીયા,પાદરા,કરજણ અને વડોદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૨૮૦૦ જેટલી રેશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે શહેરના સમા છાણી કેનાલ રોડ પર આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જરૂરત મંદોને રેશન કિટ તેમજ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.


શિક્ષકો દ્વારા રેશન-કીટ ઝુંપડપટ્ટીમાં રૂબરૂ જઈને વિતરણ કરવા સાથે શૈક્ષણિક કીટ-નોટબુક-દફતર તથા કપડાંની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત અસરગ્રસ્તોને સ્થળ પર ભોજન-નાસ્તા તૈયાર કરીને આપવામાં આવ્યા હતા.સરકાર દ્વારા કેશ-ડોલ્સ વિતરણ કરવામાં આવી હતી.સી.આર.સી અને શિક્ષકો દ્વારા પૂરમાં ફસાયેલા વ્યક્તિને રેસ્ક્યુ કરીને બહાર કાઢવા સુધીની મદદ પણ કરવામાં આવી હતી.જ્યાં પાણી ભરાયેલ તે વિસ્તારમાં પાણીની બોટલ,બિસ્કીટ,નાસ્તા તથા ખીચડી,છાશ,દૂધ વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ પૂર-ગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા બાળકોને શિક્ષકો પોતાના ઘરે રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post