સુખડી દરેકના ઘરમાં નાના થી લઈને મોટાને ભાવતી હોય છે. સુખડી ખાવાથી શરીરમા વજન પણ વધે છે.
સુખડી બનાવવા માટે 250 ગ્રામ ઘઉનો જાડો લોટ, 250 ગ્રામ ઘી, 200 ગ્રામ ગોળ જરૂર પડે છે. હવે એક વાસણમા ઘી ગરમ કરવા મૂકવું. તેમાં ઘઉનો લોટ ઉમેરી ધીમા ગેસ પર સેકવો. જ્યાં સુધી થોડો કલર ન બદલાય ત્યા સુધી લોટ સેકવો.
લોટ સેકાય જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી તેમાં ગોડનો ભૂકો ઉમેરવો અને બરોબર મિક્ષ કરવો. ત્યારબાદ તેણે થાળીમા પાથરી લેવો અને કાપા કરી ઠંડી પડવા દેવી.
આ સુખડી ખુબ ઓછા સમયમા તૈયાર થઇ જશે.
Reporter: admin