અમદાવાદઃ
નકલી કંપનીઓ ખોલીને 200 કરોડના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ચોરી આચરવામાં આવી હોવાના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરે(ED)ની ટીમે ગુજરાતમાં દરોડા પડ્યા છે. ગુજરાતના સાત શહેરોમાં 23 સ્થળોએ ED ઓપરેશન આદર્યું છે. ઇડીને આ કેસમાં નવેસરથી ફરિયાદ દાખલ કરી દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસમાં જોડાયેલા શકમંદોની ઓફીસ અને રહેણાંક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ફ્રોડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુજરાતના સાત શહેરોમાં 23 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. જેમાં સુરત, રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને વેરાવળ શહેરોમાં EDની અલગ-અલગ ટીમોએ ગુરુવારે વહેલી સવારે એક સાથે સર્ચ હાથ ધર્યું હતું.
...
Reporter: admin