દિબાલોંગ : આસામના દિમા હસાઓ જિલ્લાના દિબાલોંગ સ્ટેશન પર અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પૂર્વોત્તર સીમાંત રેલવેના અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ નથી. જો કે આ અકસ્માતનું કારણ હજુ સુધી અકબંધ છે. પાટા પરથી ઉતરેલા કોચમાં ‘પાવર કાર’ અને એન્જિનનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે દુર્ઘટના સર્જાયા બાદ રાહત અને બચાવ કામગીરીની દેખરેખ માટે વરિષ્ઠ અધિકારીઓની સાથે લુમંડીગથી દુર્ઘટના રાહત ચીકીત્સા ટ્રેનને પણ ઘટનાસ્થળ પર રવાના કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે લુમંડીગ-બદરપુર સિંગલ લાઇન હિલ સેક્શન પર ટ્રેનોનું પરિવહન અટકી પડ્યું છે.
...
Reporter: admin