અષાઢી બીજ થી અંબાજી મંદિર માં દર્શન ના સમય માં ફેરફાર થયો. આજ ના પેહલા દિવસ થી મંદિર ના પ્રાંગણ માં ભીડ જોવા મળી અને હવન પૂજા થઇ .
અંબાજી મંદિર એટલે જગતજનની માં અંબા માં નું સ્થાન. શક્તિ , ભક્તિ અને આસ્થા નું તીર્થ અંબાજી છે . આજે શરુ થટેલ ગુપ્ત નવરાત્રી માં મોટી સંખ્યા માં ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા. અંબાજી દેશ ના ૫૧ શક્તિપીઠ તરીકે ઓળખાય છે . આ યાત્રાધામ ગુજરાત અને રાજસ્થાન ની સરહદે આવેલું તીર્થ સ્થળ છે , ભક્તો પોતાની શ્રદ્ધા સાથે મોટી સંખ્યા માં અહીં દર્શન કરવા આવે છે અને માં જગદંબા ના આશીર્વાદ લે છે . આજે અષાઢી સુદ એકમ થી દેશભર માં ગુપ્ત નવરાત્રી નો પ્રારંભ થયો છે અને અંબાજી મંન્દિર માં મોટી સંખ્યા માં ભક્તો દર્શન કરવા ઉમટ્યા છે. અંબાજી મંદિર માં અખાત્રીજ થી અષાઢી એકમ સુધી રોજ સવારે ,બપોરે અને સાંજે ૩ વાર આરતી થાય છે. આ નવરાત્રી માં માતાજી ના આરાધના નું મહત્વ હોય છે . આ નવરાત્રી માં માતાજી ના પાઠ અને પૂજન કરવા જોઈએ .
મંદિર ના દર્શન નો સમય :
સવારે મંગળા આરતી : ૭ .૩૦ થી ૮
સવારે દર્શન : ૮ થી ૧૧ .૩૦
રાજભોગ : ૧૨ વાગ્યે
બપોર ના દર્શન : ૧૨ .૩૦ થી ૪ .૩૦
સાંજ ની આરતી : ૭ થી ૭.૩૦
સાંજે દર્શન : ૭ .૩૦ થી ૯
આ નવરાત્રી માં માતાજી ની આરાધના નું ખુબ મહત્વ છે , માં જગદંબા ના દર્શન કરવા મોટી સંખ્યા માં ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા.
Reporter: News Plus