મેરીટ લિસ્ટમાં ગૂંચવાડો, જીકાસની અવ્યવસ્થા, નીતિ વિષયક માહિતીનો અભાવ, msu સત્તાધીશોની જવાબ દેહીની ઉણપ, શિક્ષણ મંત્રાલય અને ચુંટાયેલા નેતાઓનું મૌન, સત્તાધારી પક્ષની નિષ્ક્રિયતા જેવા કારણોસર આ વર્ષે વિષમ પરિવર્તન થયુ.
ગયા વર્ષ સુધી સ્થાનિક વડોદરા જીલ્લા ના ડોમીસાઇલ વિદ્યાર્થીઓને બી.એ.,બી.કોમ.,બી.એસસી જેવા પાયાના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો મા પ્રવેશ મળી જતો અને સરકારી ફીના નજીવા દરો થી ઘર આંગણે શિક્ષણ સુલભ બનતું.આ વર્ષના આંકડાઓ થી વિસંગતતા તથા હાડમારી દેખાઈ રહી છે. જેની યોગ્ય ચર્ચા થવી અને ઉકેલ આણવો જરૂરી છે.આ પ્રશ્ન કે સમસ્યા ફક્ત આ વર્ષ માટે કે બી.કોમ ને જ લાગેવળગે છે એવું નથી. આગામી વર્ષોમાં અને અન્ય કોર્સિસ માં પણ આ પ્રશ્ન ઊભો થવાનો છે.યુનિવર્સિટી હોસ્ટેલમાં મેસ ફીમાં વધારો અને અન્ય ફરજિયાત નિર્ણયો અંગે વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓ એ યોગ્ય રજૂઆતના પ્રયત્નો કર્યા હતા.
જો કે તેનો સાનુકૂળ પ્રતિભાવ ન મળ્યો. વી.સી.ના કાર્યાલયમાં અને સરકારી નિવાસ કાર્યાલય માં પ્રવેશની છૂટ આપવામાં ન આવી. વિદ્યાર્થીઓ રજૂઆત કરી શકે એવો કોઈ રસ્તો ખુલ્લો ન રાખ્યો. વી.સી.ના સરકારી બંગલાના પ્રાંગણમાં (ઘર મા નહી) દિવસ દરમિયાન પોલીસ અને સિક્યુરિટીની હાજરીમાં રજુઆત કરવાની મજબૂરી સામે, વી.સી.ના હુકમથી ૨૦૦ વિદ્યાર્થીઓ ના સમૂહ સામે હુલ્લડની ફરિયાદ દાખલ કરવી કુદરતી ન્યાયની વિરુદ્ધ, અયોગ્ય, આપખુદ, ડરાવવાની કોશિશ સમાન અને પોલીસ તથા અદાલત ના કામનું બિન જરૂરી ભારણ વધારનારી છે.કોઈ સુલેહ શાંતિ નો ભંગ થયો હોય તો પોલીસ જ ફરિયાદી બને.
Reporter: News Plus