નવીદિલ્હી: હાલ વરસાદી માહોલ ચાલે છે. ઠેર ઠેર વરસાદના કારણે પાણી ભરાય છે. ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી છે .
દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના ક્કરને ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે.જેને લઇ વાહનવ્યવસ્થા વિખરાઈ ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાયા હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ છે . હાલ દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR)માં વધુ વરસાદની આગાહી કરી છે.દિલ્હીવાસીઓને બહાર અંગત કામ સિવાય ન નીકળવા ચેતવણી આપવામાં આવી છે. દિલ્હીમાં ભારે વરસાદ થયો હતો. અને આગામી દિવસોમાં હજુ ભારે વરસાદની શક્યતા છે.
દિલ્હી ટ્રાફિક પોલીસે સોશ્યિલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે "ધનસા સ્ટેન્ડ અને બહાદુરગઢ સ્ટેન્ડ પાસે નજફગઢ-ફિરની રોડ પર ટ્રાફિકને અસર થાય છે." કૃપા કરીને આ વિસ્તારોને ટાળો.” દિલ્હીમાં ભારે વરસાદના કારણે મમોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર પાણી ભરાયા અને વૃક્ષો પડવાની ફરિયાદ આવી રહી છે . દિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને સોશ્યિલ મીડિયા માધ્યમથી જાણકારી આપી છે કે કૃપા કરીને અમુક વિસ્તારોમાંથી જવાનું ટાળો. હાલ દિલ્હીને 'ઓરેન્જ' એલર્ટ જારી કર્યું છે. અને લોકોને સાવચેતી રાખવા જણાવ્યું છે .
Reporter: admin