ડભોઇ : ગત દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થયેલ હોઈ, સરકાર તથા પ્રાદેશિક કમિશનર, વડોદરા દ્વારા રોડ-રસ્તા પર પડેલ ખાડાઓ પૂરવાની કામગીરી, તમામ વિસ્તારની સફાઈની તથા પાવડર છંટકાવની કામગીરી, પાણી ભરાયેલ જગ્યાએ એબેટ દવાનો સ્પ્રે કરવા જેવી કામગીરી યુદ્ધના ધોરણે કરવાની સૂચના મળેલ હતી.
જેના ભાગરૂપે આજે ડભોઇ નગરપાલિકાની તમામ કર્મચારીઓ આજે રવિવાર રજાના દિવસે ડભોઇ નગરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા પર પડેલ ખાડાઓ પૂરવાની કામગીરી, સફાઈની તથા પાવડર છંટકાવની કામગીરી, પાણી ભરાયેલ જગ્યાએ એબેટ દવાનો સ્પ્રે કરવાની કામગીરી, ડ્રેનેજને લગતી કામગીરી ડભોઇ નગર ખાતે કરવામાં આવી રહી હતી. જેમાં આ કામગીરી દરમ્યાન સરપ્રાઇઝ વિઝીટ મેં.પ્રાદેશિક કમિશ્નર, વડોદરા એસ. પી. ભગોરા દ્વારા લેવામાં આવી હતી.
જેમાં પ્રાદેશિક કમિશ્નર દ્વારા પણ નગરપાલિકાના મુખ્ય રોડ, આંબેડકર ચોક, વડોદરી ભાગોળ જેવા વિવિધ વિસ્તારની મુલાકાત કરી જાત નિરીક્ષણ કર્યું હતું. અને નગરપાલિકા દ્વારા કરવામા આવતી આ તમામ કામગીરી નિહાળી હતી. અને ડભોઇ નગરપાલિકાના કર્મચારીઓને આ કામગીરી માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા. આજની આ કામગીરીમાં ડભોઈ પણ ખાસ હજાર રહ્યા હતા. જેમાં નગરપાલિકાની વિવિધ શાખાના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી હતી.
Reporter: admin