વડોદરા : ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વડોદરામાં પૂરના કારણે જાનહાનિ અને માલ મિલકતોને જે નુકસાન થયું છે, તે પુરી થઈ શકે તેમ નથી.
જેથી લોકોમાં આક્રોશ છે કે, આ કુદરતી નહિ પરંતુ સરકાર સર્જિત પુર છે. આ પુરમાં 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. વડોદરામાં વારંવાર પૂર આવે અને વારંવાર જાનમાલનું નુક્સાન થાય છે અને સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે.
ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા હોય એનો આખો બંગલો નદીમાં દબાણ કરીને બનાવવામાં આવ્યો છે, એ જ રીતે એ દર્શનમ બિલ્ડરની સ્કીમ હોય કે કાંસો પર દબાણ કરીને બાલાજીનું બાંધકામ હોય અને તમામ કાંસો પર ગેરકાયદે બાંધકામો થયા છે. અગોરા મોલમાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કુટુંબીજનોની ભાગીદારીની પણ વાત હતી.
Reporter: admin