News Portal...

Breaking News :

વાહન ચાલકો હવે ચેતી જજો :- વાહન ચાલકો માટે મોટા સમાચાર આવ્યા છે

2024-06-12 15:32:24
વાહન ચાલકો હવે ચેતી જજો :- વાહન ચાલકો માટે મોટા સમાચાર આવ્યા છે


આમ તો કોઈ પણ વ્યક્તિ જો વેહિકલ ડ્રાઈવ કરતું હોઈ તો ગાડી ના દરેક ડોક્યુમેન્ટ્સ પુરા હોવા જરૂરી છે , તોપણ ઘણા લોકો ગાડી ચલાવતી વખતે નિષ્કાળજી રાખે છે અને ડોક્યુમેન્ટ્સ પૂરતા રાખતા નથી.પરંતુ જો હવે ગાડી નો વીમો નહી  હોઈ તો જેલ માં જવું પડશે અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે .


હાલ કોઈ પણ ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો ફરજીયાત લાગુ કરી દીધું છે.થર્ડ પાર્ટી વીમો ન હોવો હવે એક દંડનીય અપરાધ બની ગયું છે. ગાડીનો ઈશ્‍યોરન્‍સ લેવામાં લાપરવાહી કરવા પર હવે આપને જેલ પણ થઈ શકે છે. રાજ્ય નઆ કોઈ પણ વિસ્તાર માં ચાલતા વાહનો એ ફરજીયાત વીમો લેવો જરૂરી છે .થર્ડ પાર્ટી વિમોં હોવાથી દરેક નાગરિક એક જવાબદાર વ્યક્તિ સાબિત થશે અને રોજ ના રોજ થતી દુર્ઘટનાઓ થી બચી શકાશે .ઘણી વાર લોકો પોતાનું વાહન બીજા ને ચાલવા આપે છે અને જો એ વ્યક્તિ પ્રોપર ટ્રાફિક નિયમ ફોલ્લૉ નાઈ કરતા બીજા લોકો તકલીફ માં મુકાય છે , પરંતુ હવે થર્ડ પાર્ટી વીમા થી પોતેજ વાહન ચલાવવું જેથી કાયદા વિરુદ્ધ કોઈ જય ના શકે અને કોઈ ને જાનહાની થી બચી શકાશે.


પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, હવે થર્ડ પાર્ટી વીમા વિના ખુદ વાહન ચલાવવું અથવા ચલાવવાની પરવાનગી આપવી તમને મુશ્‍કેલીમાં મુકી શકે છે. આવા લોકોને કાનૂના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે. નવા નિયમ અનુસાર, પહેલી વાર અપરાધ થવા પર ૩ મહિનાની જેલ અને ૨૦૦૦ રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થવા પર આપને ૩ મહિનાની જેલ અને ૪૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. અને જો ઈંશ્‍યોરન્‍સ પૂરો થવાનો હોઈ તો ફરજીયાત રિન્યૂ કરાવી લેવો .

Reporter: News Plus

Related Post