વડોદરાના બાજવા ખાતે આર.એન્ડ.બી વિભાગ દ્વારા તાજેતરમાં જ એક બ્રિજના નિર્માણ બાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જો કે આ બ્રિજની કામગીરી તકલાદી કરવામાં આવી હોવાનું માત્ર બે મહિનામાં જ સામે આવી ગયું. આ બ્રિજમાં ગાબડું પડતા સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. અને તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા.
બાજવા ખાતે રૂ. 25 કરોડના ખર્ચે એક બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું હતું.અને આ બ્રીજનું ફેબ્રુઆરી મહિનામાં જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે હાલમાં જ આ બ્રિજમાં ગાબડું પડી ગયું હોવાનું જણાયું હતું. જેના પગલે સ્થાનિક વાહનચાલકો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશો દ્વારા આ બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ બ્રીજનું નિર્માણ એકદમ તકલાદી કરવામાં આવ્યું છે અને તેના કારણે આ બ્રિજમાં હાલથી જ ગાબડા પાડવા માંડ્યા છે. ત્યારે હજુ તો બ્રિજને બે જ મહિનાનો સમય થયો છે. આમેય આ બ્રીજનું કામ ગોકળગતિએ ચાલ્યું હતું ત્યારે હલકી ગુણવત્તા વાળું કામ થયું હોવાના આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યા છે. બ્રિજના જોઈંટ્સમાં પુરાણ કરવાનું છે.આ કોઈ મોટું ગાબડું નથી. બ્રિજના જોઈંટ્સમાં વાહનોની આવન જાવનના કારણે આમ બનવું સામાન્ય બાબત છે. અમારા ધ્યાન ઉપર આવતા અમર દ્વારા જ અહીં ખોદીને પુરાણ કરવામાં આવી રહ્યું છે આ કોઈ મોટી સમસ્યા નથી. જોઈંટ્સના કારણે આ થાય છે.
Reporter: News Plus