ખાસ કરીને ઝોબાળા નવી મોરવાડ અને જુની મોરવાડ ગામનાં ગ્રામજનોને પૂરતી માત્રામાં પાણી પુરવઠો મળી રહે તેવી ગ્રામજનોની માંગ ઉઠી હતી.કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો સતત 44 ડિગ્રીની ઉપર જ નોંધાઈ રહ્યો છે
આવી કાળઝાળ ગરમીમાં બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા, વધુમાં વધુ પાણી પીવાનું સાથો સાથ સ્વાસ્થ્યની કાળજી રાખવા સહિતનાં સૂચનો સરકાર દ્વારા કરવામાં આપવામાં આવતા હોય છે. ત્યારે નવી મોરવાડ તથા જુની મોરવાડ જોબાળા, છત્રીયાળા સહિતના ગામોમાં ૧૦ થી ૧૫ દિવસે પાણીનું વિતરણ થતું હોવાની રાવ કરી છે.નોંધનીય છે કે ચુડા તાલુકા પંચાયત પ્રમુખ ઇશ્વરભાઇ માધર અને ચુડા તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ શેખનાં વતન જોબાળામાં પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે.પરંતુ હાલમાં જોબાળા નવી મોરવાડ જૂની મોરવાડ ક્ષત્રિય સહિતના ગામોમાં પીવાના પીણાની સમસ્યાને લઇને હાલાકી ભોગવતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.અનેક રજૂઆતો કરી હોવા છતાં પ્રશ્નોનાં નિકાલ આવતા નથી અને પાણી માટે લોકોને વલખાં મારવા પડતા હોય છે.
ઝોબાળા ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તંગીને લીધે પરેશાન છે.જેને પગલે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની બહેનો રણચંડી બની છે. અને ચુડા મામલતદાર કચેરીએ હોબાળો મચાવ્યો હતો.ઘણા સમયથી આ ગામોનાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.આ બાબતે ગામોનાં ચુડા મામલતદાર વાય.એચ.પરમારને રજૂઆત કરી હતી અને બહેનો દ્વારા ક્યારે અમારા ગામને પાણી મળશે? તેવા આક્રોશ સાથે રજૂઆત કરવામાં આવી હતી. પીવાનાં પાણી પ્રશ્ને કોઈ ઉકેલ ન આવતા આજે જોબાળા ગામની બહેનો બેડા લઈને મામલતદાર ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો.
Reporter: News Plus