વડોદરા શહેરના પશ્ચિમ ઝોનના આસી કમિશનર અને તેમની ટીમ દ્વારા સમગ્ર ઝોન વિસ્તારમાં સફાઈ અને દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર શહેરમાં પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ તેમજ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને રાજકોટની ઘટનાને લઈને જે સ્થળે પ્લાસ્ટિક તેમજ રબરનો વધારે ભરાવ થયો હોય તેવા સ્થળોએ ચકાસણી કરવામાં આવી રહી છે
ગતરોજ કેટલાક ભંગારીયાઓને આ અંગેની સૂચના આપ્યા બાદ આજરોજ પુનઃ એક વખત પશ્ચિમ ઝોનમાં સફાઈ કામગીરી તેમજ દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે ઝુંબેશ દરમ્યાન પશ્ચિમ ઝોનમાં આવેલ ભંગાર અને કબાડીની દુકાનો અને ગોડાઉનો જાહેરમાં ગંદકી ફેલાવતા દબાણો દૂર કરવા માં આવ્યા હતા. અને કેટલાક પાસેથી દંડનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી
Reporter: News Plus