ચોમાસાની મોસમમાં કાટ ખાઈ ગયેલા પતરાના કારણે મોટી હોનારત સર્જાઈ શકે છે મકરપુરા રોડ સ્થિત કબીર કોમ્પલેક્ષ હા.સોસાયટી માં ટીપી રોડ નું કામકાજ ચાલતું હોવાથી ટીપી રોડ પર આવતા દબાણ હટાવવા અંગે કબીર કોમ્પલેક્ષ હા.સોસાયટી નાં સ્થાનિકો એ તા.૨૦/૦૫/૨૦૨૪ નાં રોજ મહાનગર પાલિકા માં રજૂઆત કરેલ હોવા છતાં પણ આજદિન સુધી ડોનબોસ્કો સ્કૂલ નાં ગેટ ની સામે ગેરકાયદેસર બનાવેલ પતરા નો શેડ એવો જ છે.
શેડ નાં નીચે નાં ભાગે પાલિકા દ્વારા બનાવેલ રોડ પર રોલર પણ વાગ્યું નથી તેમજ એટલા ભાગ પૂરતો રોડ બરોબર બન્યો નથી. સ્થાનિકો થી જાણવા મળ્યું છે કે જેમનો શેડ છે એ ભાડુઆત છે અને એ ભાડુઆત વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય નાં પૂર્વ ટ્રસ્ટી છે. રસ્તા નું કામ વ્યવસ્થિત રીતે થાય તેથી સોસાયટી નાં સદસ્યો દ્વારા વારંવાર રસ્તા પર થી ગેર કાયદેસર શેડ હટાવવા અંગે મકાન માલિક તેમજ ભાડુઆત ને રજૂઆત કરેલ હોવા છતાં શેડ હટાવવામાં આવતો નથી. સોસાયટી માં તપાસ કરતા જાણવા મળ્યું છે કે ગેર કાયદેસર રીતે બનાવેલ તેમજ રસ્તા માં નડતરરૂપ શેડ ને તૂટતો બચાવવા માટે મહાનગર પાલિકા નાં અમુક સત્તાધીશો નો હાથ હોય એમ લાગી રહ્યું છે.
આ શેડ ઘણો જૂનો હોવાથી શેડ નાં પતરા કટાઈ પણ ગયા છે. ભવિષ્ય માં વાવાઝોડું આવે અને શેડ નાં પતરા ઊડી ને કોઈ ને ઈજા પહોચાડે એની જવાબદારી કોણ લેશે? સોસાયટી નાં પ્રમુખ પાર્થ પટેલ નાં જણાવ્યા મુજબ ૧૫ દિન માં ગેર કાયદેસર રીતે બનાવેલ શેડ નહિ હટાવવા માં આવે તેમજ કબીર કોમ્પલેક્ષ હા. સોસાયટી માં ગેર કાયદેસર રીતે બનતા બાંધકામ અટકાવવામાં નહિ આવે તો મહાનગર પાલિકા નાં જવાબદાર સત્તાધીશો વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે.
Reporter: News Plus