News Portal...

Breaking News :

ડૉ.સર્વપલ્લી રાઘાકૃષ્ણ જન્મ જયંતી નિમિત્તે અમિત નગર ખાતે પ્રતિમાને ડે. મેયર અને સ્થાનિક નગર સેવકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ

2024-09-05 11:23:07
ડૉ.સર્વપલ્લી રાઘાકૃષ્ણ જન્મ જયંતી નિમિત્તે અમિત નગર ખાતે પ્રતિમાને ડે. મેયર અને સ્થાનિક નગર સેવકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ


વડોદરા : ભારતમાં, શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સન્માનમાં ઉજવવામાં આવે છે. 


આ દિવસે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. વાસ્તવમાં,આ દિવસ વ્યક્તિ અથવા વિદ્યાર્થીને ઘડવામાં અને સમાજમાં યોગદાન આપવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકાના સન્માનમાં ઉજવવામાં આવે છે.ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે જેટલું કહેવાય એટલું ઓછું. તેઓ ફિલોસોફર, લેખક અને ભારતના બીજા રાષ્ટ્રપતિ પણ હતા. વિદ્યાર્થીઓએ તેમનું ઘણું સન્માન કર્યું અને વર્ષ 1954માં તેમને ભારત સરકાર દ્વારા દેશનું સૌથી મોટું સન્માન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો. તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા દર વર્ષે 5 સપ્ટેમ્બર એટલે કે તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 


પ્રથમ શિક્ષક દિવસ 1962માં ઉજવવામાં આવ્યો હતો, તે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો 77મો જન્મદિવસ હતો.દર વર્ષે 5 સપ્ટેમ્બર ઉજવવા પાછળ એક ખાસ કારણ છે. વર્ષ 1888માં આ દિવસે સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. તેઓ હંમેશા માનતા હતા કે દરેક વ્યક્તિએ શિક્ષણ પ્રત્યે સમર્પિત હોવું જોઈએ. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ સતત શીખવાની વૃત્તિ જાળવી રાખવી જોઈએ. જેને લઈને આજે વડોદરા મહા નગર પાલિકા દ્વારા અમિત નગર ખાતે આવેલ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની પ્રતિમા ને પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યકમ માં ડે. મેયર, વિપક્ષ ના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post