News Portal...

Breaking News :

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષક દિનની ઉજવણી

2024-09-05 11:12:19
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષક દિનની ઉજવણી


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આજે 5મી સપ્ટેમ્બરના રોજ “શિક્ષક દિન”ની ઉજવણી કરવામાં આવી હતી.


વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આજ રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને કેળવણીકાર ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની યાદમાં “શિક્ષક દિન”ની ઉજવણી કરવામાં આવી હતી.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિદ દેસાઈ એ જણાવ્યું હતું કે, શિક્ષક દિન એ સમાજ ઘડતર અને દેશ ઘડતરમાં યોગદાન આપનાર શિક્ષકોને યાદ કરવાનો દિવસ છે. ત્યારે વડોદરામાં વરસાદે સર્જેલી તારાજી માં શિક્ષકોએ અહમ ભૂમિકા અદા કરી પુરગ્રસ્તોને કીટ વિતરણ કરી સહાય પૂરી પાડવામાં આવી હતી તેમની આ સરાનીય કામગીરીને બિરદાવવામાં આવી છે, આવા તમામ શિક્ષકોને નતમસ્તક વંદન કરી તેમનું અભિવાદન કરવાનો આ દિવસ છે. 


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજ રોજ ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો અને શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષિકાઓ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું અભિનંદન કરવા પોતાના મધુર કંઠે સુર રેલાયો હતો. ત્યારે, પ્રાથમિક ઉદબોધન પહેલા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નીશિદ દેસાઈએ પ્રાથમિક ઉદબોધન શરૂ કર્યું હતું. આજે ૪૦થી વધુ શિક્ષક શિક્ષિકાઓ નિવૃત્ત થશે તેઓનું પણ સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું જ્યારે અગાઉ નિવૃત થયેલા શિક્ષક શિક્ષિકાઓની પેન્શન પણ શરૂ કરવામાં આવી છે.જેમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરાના યુવા અને શિક્ષિત સંસદ ડો. હેમાંગ જોષી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિદ દેસાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post