નવી દિલ્હી : વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલેબ્સની યાદી બહાર આવી છે. આ લિસ્ટમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનું નામ ટોપ ઉપર છે.
થલાપતિ વિજય બીજા નંબરે છે. ક્રિકેટર વિરાટ કોહલીનું નામ પણ ટોપ ૧૦ની યાદીમાં છે. આવો તમને જણાવીએ કે આ સેલેબ્સે નાણાકીય વર્ષ ૨૦૨૪માં કેટલો ટેક્સ ચૂકવ્યો છે.એક રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાને નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૯૨ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. શાહરૂખ બાદ આ લિસ્ટમાં સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજયનું નામ છે. તમિલ સુપરસ્ટારે ૮૦ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. જ્યારે આ યાદીમાં ત્રીજા નંબર પર સલમાન ખાન છે અને તેણે ૭૫ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હેડલાઇન્સમાં છે.
'કલ્કી ૨૮૯૮ એડી'માં તેમનું કામ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, અમિતાભે નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૭૧ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. જ્યારે ક્રિકેટર વિરાટ કોહલી ૬૬ કરોડ રૂપિયાનો ટેક્સ ભરીને આ યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે.રિતિક રોશનનું નામ પણ ટોપ ૧૦માં છે. ચોંકાવનારી વાત એ છે કે આ યાદીમાં માત્ર વિરાટ કોહલી, એમએસ ધોની (રૂ. ૩૮ કરોડ) અને સચિન તેંડુલકર (રૂ. ૨૮ કરોડ) જ આ યાદીમાં ટોપ ૧૦માં પોતાની જગ્યા બનાવી શકયા છે. અન્ય રમતના ખેલાડીઓના નામ ટોપ ૨૦માં છે. 'ફાઇટર'અભિનેતા રિતિક રોશન ૨૮ કરોડનો ટેક્સ ચૂકવીને આ યાદીમાં ૧૦માં સ્થાને છે.
Reporter: admin