ઓરીજનલ એકાઉન્ટ પર પોસ્ટ મૂકી ફેક એકાઉન્ટને રિપોર્ટ કરવા કરી અપીલ અત્રે ઉલ્લેનીય છે સોશિયલ. મીડિયા મા અવાર નવાર આવા ફેક એકાઉન્ટ ભેજાબાજો બનાવી ને મુકતા હોય છે. માટે આવા એકાઉન્ટ પર લોકો ભરોસો મૂકી ને સાચું માની જતા હોય છે. માટે આવા ફેક એકાઉન્ટ થી પ્રજાએ ચેતી જવુ જોએ. આ મામલે હેમાંગ જોશીએ પણ લોકો ને તેમના ફેક એકાઉન્ટ અંગે જાણ કરી ને લોકો ને ચેતવણી પણ આપી હતી અને જણાવ્યું હતું કે તેમના નકલી એકાઉન્ટ પર આવેલી કોઈ પણ પોસ્ટ ને અનુસરવું નહીં કારણ કે તે ગેરમાન્ય ગણવામાં આવે છે. એટલે ફેક એકાઉન્ટ મા પોસ્ટ થયેલ કોઈપણ માહિતી ને ફેફ ગણી ને ઇગ્નોર કરી દેવી ની હેમાંગ જોશી એ લોકો ને અપીલ કરી હતી
વડોદરાના ભાજપાના ઉમેદવારનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે. આજે બપોરે ડો. હેમાંગ જોશીના ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં તેમનું બોગસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બન્યું હોવાનું જણાવવામાં આવે છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, હું વડોદરા લોકસભાનો ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી મારા નામ થી ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ માં આવ્યું છે જેમાં થી કોઈ પણ મેસેજ આવે તો તેનો રિસ્પોન્સ આપવો નહિ તેમજ તે એકાઉન્ટને વધુ માં વધુ રિપોર્ટ કરાવો તેવી વિંનતી કરું છું.
Reporter: