રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે. તેથી આજે વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં વરસાદની આગાહી છે. તેમાં આણંદ, છોટાઉદેપુર, દાહોદ, વડોદરામાં વરસાદની આગાહી છે. તથા દીવ, અમરેલી ભાવનગર,ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.
આવતીકાલે વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની આગાહી છે. જેમાં ભરૂચ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. વરસાદી સિસ્ટમના કારણે 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. તેમજ અમદાવાદઅને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ સૌથી વધુ તાપમાન ભુજમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ વરસાદી સિસ્ટમના કારણે ગઈકાલે દાહોદમાં કરા પડ્યા હતા.
Reporter: