News Portal...

Breaking News :

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા

2024-11-06 17:53:58
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા


વોશિંગટન : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. આ દરમિયાન અમેરિકન મીડિયા આઉટલેટ ફોક્સ ન્યૂઝે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની જીત જાહેર કરી છે.


 અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો છે. તેમણે આ ચૂંટણી જીતીને કમલા હેરિસને હરાવ્યાં છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે હવે અમેરિકાની કમાન ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં રહેશે. તેઓ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે. ટ્રમ્પના ખાસ મિત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યાં છે.જીતની જાહેરાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હવે તેમના સમર્થકોને સંબોધવા માટે પહોંચી ગયા છે. મતદાતાઓને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ફરી એકવાર મહાન બનવા જઈ રહ્યું છે. તેમણે પોતાના મતદારોનો પણ આભાર માન્યો છે. 


ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પ્રતિસ્પર્ધીઓનું સંપૂર્ણ ધ્યાન 7 સ્વિંગ સ્ટેટ્સ પર હતું, જે તમામમાં ટ્રમ્પ આગળ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ આમાંથી બે જીત્યા છે. વિશ્વની આ સૌથી જટિલ ચૂંટણી પ્રક્રિયામાં રાષ્ટ્રપતિ બનવા માટે બહુમતનો આંકડો 270 છે. કારણ કે અહીં કુલ 538 ઈલેક્ટોરલ કોલેજો છે અને જીતવા માટે 270 કે તેથી વધુની જરૂર છે. આગામી પ્રમુખ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા જ ચૂંટવામાં આવશે. વોટિંગ-કાઉન્ટિંગ વચ્ચે અમેરિકન મીડિયાએ મોટો દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીતી ગયા છે અને તેઓ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે. પોતાના વિજય ભાષણમાં ટ્રમ્પે ફરી એકવાર ગેરકાયદેસર ઈમિગ્રેશનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે અમારે કાયદાકીય માધ્યમથી લોકોને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવી પડશે. તેમણે કહ્યું કે અમે અમેરિકાની સુરક્ષા માટે સરહદ સીલ કરીશું અને તેની સુરક્ષાને મજબૂત કરીશું.

Reporter: admin

Related Post