ફરાળી ખાંડવી બનાવવા માટે એક વાડકી સામો, એક વાડકી સાબુદાણા, એક વાડકી દહીં, મીઠુ સ્વાદ અનુસાર, કાપેલા બે લીલા મરચા, મીઠો લીમડો, એક ચમચી સફેદ તલ, એક ચમચી જીરું, તેલ જરૂર પ્રમાણે અને પાણી જરૂર પ્રમાણે જરૂરી છે.
સામો ધોઈ પાણીમાં અડધો કલાક સુધી પલાળી રાખવો.સાબુદાણા ધોઈને પાણીમાં એક કલાક પલાળી રાખવા. હવે સાબુદાણાનું પાણી કાઢીને સામો અને પાણી મિક્ષર જારમાં મિક્સ કરવા તેમાં તેમાં મરચું, મીઠુ અને દહીં ઉમેરી બેટર બનાવવું અને બરોબર ફેટી લેવું. ત્યારબાદ થાળીમાં તેલ લગાવી બેટર પાથરી બાફવા મૂકવું. અડધો 20 મિનિટ સુધી બફાયા પછી થાળી ઉતારી ગોળ લાંબો રોલ કરી વાળી લેવી. અને તેના પીસ કરી બધા બેટરનો આ રીતે બાફી રોલ બનાવી બાફી લેવા.
હવે એક કડાઈમાં તેલ જીરું, મરચા,તલ અને મીઠો લીમડો ઉમેરી વઘાર મૂકી આ રોલ વઘારી લેવા. આ ખાંડવી માં કોથમીર ખાતા હોય તો ઉપયોગ કરી શકો છો. ખુબ ઓછા સમયમાં ફરાળી ખાંડવી તૈયાર થઇ જશે.
Reporter: admin