News Portal...

Breaking News :

સયાજી હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા

2024-08-16 11:20:18
સયાજી હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા


વડોદરા : કોલકાતાની આર. જી. મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડૉક્ટરની દુષ્કર્મ પછી હત્યા થઈ હતી. જેનો સમગ્ર રાજ્યમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ મૃતક ડૉક્ટરને ન્યાય મળે તે માટે સયાજી હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડૉક્ટરોએ હડતાળ ઉતર્યા છે.


કોલકાતામાં ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ થયેલી હત્યાના વિરોધમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઈન્ટર્ન ડૉક્ટર, જુનિયર અને વરિષ્ઠ નિવાસી ડૉક્ટરો આજે OPD અને વોર્ડ સહિતની તમામ બિન ઈમરજન્સી સેવાઓથી દૂર રહેશે.આ સાથે જ 400થઈ વધુ તબીબોએ વિરોધ કરી હડતાળ શરૂ કરી છે. એટલું જ નહીં જ્યાં સુધી પશ્ચિમ બંગાળ ડૉક્ટર્સ એસોશિએશનની તમામ માંગ પૂરી ના થાય ત્યાં સુધી વિરોધ અને હડતાળ ડૉક્ટર દ્વારા ચાલું રાખવામાં આવશે.


ઈન્ડિયન મેડિકલ એસોસિએશને નિવેદનમાં જણાવ્યું હતું કે, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ઘાતકી અપરાધ અને સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર આચરવામાં આવેલી ગુંડાગીરીને પગલે શનિવારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને 17મીએ સવારે 6 વાગ્યાથી દેશભરના આધુનિક મેડિકલ ડોક્ટરોની સેવાઓ રાત્રે 10 વાગ્યાથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. નિયમિત ઓપીડી કાર્ય કરશે નહીં અને વૈકલ્પિક સર્જરી કરવામાં આવશે નહીં. આ વળતર એવા તમામ ક્ષેત્રોમાં છે જ્યાં આધુનિક તબીબી પ્રેક્ટિશનરો સેવાઓ પૂરી પાડી રહ્યા છે. IMA ને તેના ડૉક્ટરોના ન્યાયી મુદ્દા પર રાષ્ટ્રની સહાનુભૂતિની જરૂર છે.

Reporter: admin

Related Post