બુધવારના રોજ શહેરના વારસિયામાં આવેલ શનિદેવના મંદિર પાસે મોડી રાત્રે અજાણ્યા શખ્શો દ્વારા યુવક સાથે ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવની વિગત એવી છે કે બુધવારના રોજ વારસિયા વિસ્તારમાં આવેલ શનિદેવ મંદિર પાસે રહેતો કૃણાલસિંધુ નામનો યુવક રાત્રિના ૧૧ વાગ્યે મંદિરની જોત પરાવાન કરી રહ્યો હતો. તે સમયે કોટ વિસ્તારમાં રહેતા આયુષસિંધી નામના યુવકે પાછળથી આવી પીઠ પર ચાટો માર્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.
આજુબાજુના લોકોએ વચ્ચે પડીને બંનેને છુટા પડયા હતા. ત્યાર બાદ રાત્રિના ૧૨ વાગ્યાના સમયે દારૂ પીધેલ હાલતમા ૧૫ થી ૨૦ યુવકોને સાથે લઇ આવી કૃણાલના પિતાને ધમકી આપી હતી કે, તારો છોકરો બહાર મળશે તો પતાવી દઈશું. તેમજ મંદિર બંધ કરાવવાની અને જો પોલીશ કેસ કર્યો તો વડોદરામાં રહેવાનું ભારે કરી નાખવાની ધમકી આપી હતી. જે બાબતની જાણ વારસિયા પોલીસને કરાતા તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin