વડોદરા: શહેરમાં તહેવારનો માહોલ ચાલી રહ્યો છે. હાલ દશામાંનો તહેવાર લોકો શ્રદ્ધાથી ઉજવી રહ્યા છે.
આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ આવશે જે લોકો ધુમાધામ અને શ્રદ્ધાંથી ઉજવે છે, જેને લઇ શહેર પોલીસે બહાર પડ્યું કે ગણેશ ઉત્સવમાં આગમન અને વિસર્જનમા ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ મુદ્દાને લઇ દરેક મંડળો ને દુખ થયુ છે. આ મુદ્દા માટે માંજલપુરના મંગલેશ્વર યુવક મંડળે માંજલપુર તમામ યુવક મંડળોને એકત્રિત કર્યા હતા અને મીડિયા સમક્ષ વડોદરા પોલીસ પ્રશાસન પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. શહેરમાં તમામ ધર્મના તહેવારો ધુમધામથી ડીજે સાથે ઉજવવામાં આવે છે ત્યારે કોઈપણ જાતની પ્રતિબંધ મૂકવામાં આવતો નથી.
જ્યારે જ ગઈકાલ રાત્રે જ માંજલપુર વિસ્તારના મંગલેશ્વર યુવક મંડળ ના ગણપતિ લાવવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસ તંત્ર દ્વારા તેમણે અટકાયત કરવામાં આવી હતી અને મંડળ દ્વારા પોલીસ પરમિશન પણ આપવામાં આવી હતી. ભગવાન ગણેશનુ દસ દિવસ માટે આગમન હોય છે. ત્યારે જ ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે છે જેને લઈને આજે માંજલપુર વિસ્તારના યુવક મંડળોએ એકત્રિત થઈ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળોને ડીજેની પરમિશન આપવામાં આવે.
Reporter: admin