ડભોઈમા નગરપાલિકાના ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે.અહીં ના વિસ્તારમાં કબ્રસ્તાન અને મંદિર આવેલું છે અને 70 થી 80 જેટલાં ઘરો આવેલા છે જ્યાં રોગચાળો ફેલાય તેમ છે.
ડભોઇ નગરપાલિકા આ બાબતે નિકાલ નહીં લાવે તો મોટો રોગચાળો ફેલાય થાય એમ છે.હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોય વિભાગ હાઈસ્કૂલ થી મોડેલ ફોર્મ જવાના રોડ પર મેલડી માતાનું મંદિર આવેલું છે તેમજ નજીકમાં કબ્રસ્તાન આવેલું છે અને મોડલ ફોર્મ ખાતે પરિવારને ની વસ્તી ધરાવતું આ ગામમાં કોઈ બસ આવવા જવાની સુવિધા નં હોતા બાળકો અભ્યાસ માટે પગપાળા અવર-જવર કરતા હોય છે. બીજી બાજુ કબ્રસ્તાનની નજીક કચરાપેટી આવેલી છે, આ કચરાપેટીમાં આખા ગામનો કચરો ટેમ્પા દ્વારા ટ્રેક્ટર દ્વારા રોડ ઉપર નાખી જતા હોય છે
અને મૃત્યુ પામેલા ઢોર નાખી જતા હોય છે.હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ગંદકી કારણે આ રોડ પરથી અવરજવર કરતા ભક્તજનો અને ગ્રામજનો અને રોજિંદા કબ્રસ્તાન જનારાઓ ને દુર્ગંધ મારે છે.આ રોડ પરથી પસાર થવું ઘણું મુશ્કેલ થઈ પડ્યું છે, અને લોકોને મોઢે રૂમાલ બાંધીને પસાર થવું પડી રહ્યું છે.ડભોઇ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા આ રોડ પર આવી એક નજર કરે ત્યારે જ ખબર પડે કે ખરેખર લોકોને આ રોડ પરથી પસાર થવું કેટલું મુશ્કેલ જણાય છે, જેથી વહેલી તકે સાફ-સફાઈ થાય તેવી લોકોએ માંગ કરી છે.
Reporter: admin