વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી અતિવૃષ્ટિના સમયમાં ગુજરાતનાં પ્રભાવિત વિસ્તારોમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા ફૂડ પેકેટ તથા જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ સતત કાર્યરત છે.
VYOની ધર્મ સેવા સાથે સમાજ સેવા અને માનવ સેવાના અભિગમને VYOની ગુજરાતની તમામ શાખાઓના અસંખ્ય કાર્યકર્તાઓ સાકાર કરી રહ્યા છે.જન્માષ્ટમીના દિવસે જ્યારે ભારે વર્ષા થઈ ત્યારે જ વૈષ્ણવ આચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયએ સર્વ પ્રથમ સમસ્ત જન સમાજના પ્રાકૃતિક આપદાના આ સમયમાં સેવારત થવાં સૌને હાકલ કરી હતી. VYO સંસ્થા તથા વ્રજધામ સંકુલના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના પ્રભાવિત વિસ્તારોમાં પાંચ લાખ ફૂડ પેકેટ વિતરણની જાહેરાત પણ કરી હતી અને વિશ્વના વૈષ્ણવોને, હિન્દુઓ ને તેમજ માનવતા પ્રેમી સમાજને જાગૃત કર્યા હતા. વ્રજધામ સંકુલ વડોદરા ખાતે 200થી પણ વધુ કાર્યકર્તાઓ દિવસ રાત એક કરીને રોજના હજારો ફૂડ પેકેટ તૈયાર કરીને વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં મોકલવામાં આવતા હતા
માંજલપુરના પ્રમુખ પ્રસાદ સોસાયટી તેમજ સિદ્ધાર્થ બંગલો સમા વિસ્તારમાં કમરસમાં પાણીમાં, VYOના કાર્યકર્તાઓ દ્વારા આ તમામ પાણીગ્રસ્ત વિસ્તારોમાં 5000 ફૂડ પેકેટ્સ, 1000 દૂધના પેકેટ, પાણીની બોટલો આપવામાં આવી. આ સાથે રાજકોટ, ચરોતર, સૌરાષ્ટ્રના ઘણા શહેરો, ગામોમાં આ ફૂડ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે આપણા રાષ્ટ્રમાં કોઈ પણ આપદા હોય કે સમાજ કોઈ પણ પ્રકારની તકલીફમાં હોય એવા સમયે વીવાયઓ સંસ્થા હંમેશા સેવા આપે જ છે. પૂર્વમાં સમગ્ર ભારતમાં એક ધાર્મિક સંસ્થા તરીકે સૌથી વધુ 31 ઓક્ષી પ્લાન્ટ આખા ગુજરાતમાં લગાડવાનો વિક્રમ પણ VYOને સિરે શોભે છે.
Reporter: admin