વડોદરા :શહેર વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે આજે જળઝીલણી એકાદશી નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને બોટમાં બેસાડી પ્રદક્ષિણા કરવામાં આવી હતી.
સાથે ગણપતિ બાપ્પાને મંદીર ના પરિસરમાં ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવ્યું હતું આજ રોજ જળઝીલણી એકાદશીના રોજ સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરામાં બિરાજમાન ગણપતિ દાદા ને ૧૦૦૮ લાડુનો ભવ્ય અન્નકોટ કરવામાં આવ્યો હતો. આજની આ એકાદશી ને પરિવર્તની એકાદશી પણ કહેવામા આવે છે. આજ રોજ ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીએ યોગ નિદ્રા માં ગયા બાદ પડખું ફેરવે છે એટલે પરિવર્તન કરે છે.
સાથે જ આજ રોજ લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ ગોપીઓને યમુના નદીમાં નૌકા વિહાર કરવા લઈ ગયા હતા અને ભાડા તરીકે દહીં લીધું હતું એટલે આજ રોજ દહીં દાન નું પણ મહત્ત્વ છે. આજે વિષ્ણુ ભગવાન ની પૂજા તુલસી વિના અધૂરી કહેવાય છે. સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા માં સુંદર મોટું કુંડ બનાવી અને નૌકા માં ભગવાન ને નૌકા વિહાર કરવામાં આવ્યો અને આજ રોજ ઈકો ફ્રેન્ડલી ગણપતિ ની મૂર્તિનું વિસર્જન પણ તેજ કુંડ માં કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ માં સેંકડો ભક્તોએ દર્શન અને ૫ આરતીનો લાભ લીધો હતો. ૧૨૫ વર્ષ થી ચાલતું તંબોળી ભજન મંડળની પરંપરામાં આવેલ હસ્ત લિખિત પુસ્તકો માંથી ભજન ગાવામાં આવ્યા હતા.
Reporter: admin